Welcome to Alumni & Corporate Relations
આઇટી ક્ષેત્રે આઈઆઈટી મદ્રાસની હરણફાળ, તૈયાર કર્યું પ્રથમ સ્વદેશી માઈક્રોપ્રોસેસર ‘મૌશિક’(IIT Madras launches first indigenous microprocessor ‘Maushik’)

આઈઆઈટી-મદ્રાસના સંશોધકોએ દેશનું પ્રથમ માઈક્રોપ્રોસેસર તૈયાર કર્યું છે. માઈક્રોપ્રોસેસર અથવા ચીપ નામે ઓળખાતી એ સામગ્રી દરેક ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં મગજ તરીકે કામ કરે છે. કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી, ફોન.. અન્ય ઈન્ટરનેટ સાથે સંકળાયેલા ગેજેટ્સ માઈક્રોપ્રોસેસર વગર કામ કરી શકતા નથી. આ પ્રોસેસરને તેના નાના કદને કારણે મૌશિક નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત રૂપિયા પાંચ હજારથી વધારે નથી.